STORYMIRROR

Pravin Maheta

Others

4  

Pravin Maheta

Others

ખીલતો રહેજે....

ખીલતો રહેજે....

1 min
377

થાય તો સારું કરતો રહેજે,

પુષ્પોની જેમ ખીલતો રહેજે.

લોકોને સદાય ગમતો રહેજે,

કાયાને થોડીક ઘસતો રહેજે.

સત્યના મારગે ચાલતો રહેજે,

પ્રેમહીનના ઘર છાંડતો રહેજે.

સરનામું આપી જડતો રહેજે,

માનવનો સ્નેહ ઝંખતો રહેજે.

સારા લોકો સાથે ટકતો રહેજે,

કોઈનું સુખ જોઈ ઠરતો રહેજે.

પાપ કરતા પહેલા ડરતો રહેજે,

ઢળ્યા હોય તેમને ઢળતો રહેજે.

ભવસિંધુ સુખેથી તરતો રહેજે,

કોઈને સ્કંધ બની થોભતો રહેજે,

અંધજનોને મારગે દોરતો રહેજે.

વિશ્વાસથી આગળ ધપતો રહેજે,

માબાપના ચરણોમાં નમતો રહેજે.

સત્યસનાતન ધર્મને પાળતો રહેજે,

સ્નેહલ બની લોકોમાં ફાવતો રહેજે.

છૂપા શત્રુઓથી સદા બચતો રહેજે,

માનવ સમુદાયમાં તું ભળતો રહેજે.

સજ્જનના આંગણે પગ મૂકતો રહેજે,

રાષ્ટ્ર માટે ઈશ સન્મુખ યાચતો રહેજે.

કયાંક બેસવાની જગ્યા રાખતો રહેજે,

દેશ માટે યોદ્ધો બનીને લડતો રહેજે.

સારા પુસ્તકો વસાવી વાંચતો રહેજે,

સારું બોલી સમાજમાં શોભતો રહેજે.

શોધીને નહીં તું મૌલિક લખતો રહેજે,

ફાની દુનિયા છોડીને ઊડતો રહેજે.

"પ્રવિણ" છેલ્લે કફન ઓઢતો રહેજે,

અને શાંતિથી ચિતામાં પોઢતો રહેજે.

રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા


Rate this content
Log in