જીવન સફર....
જીવન સફર....
જિંદગીના દાખલા સાચા ગણાય તો ઘણું છે,
જીવનમાં સંસ્કારોના પાઠ ભણાય તો ઘણું છે.
કોઈપણના દુઃખમાં ભાગ લેવાય તો ઘણું છે,
જરૂર પડે ત્યાં ખડે પગે ઊભાય તો ઘણું છે.
દુશ્મની દૂર કરીને સંગાથે બેસાય તો ઘણું છે,
મુખથી અમૃત વરસે તેવું બોલાય તો ઘણું છે.
કોઈ દર્દીને તેમના ખબર પૂછાય તો ઘણું છે,
રચનાકારની કલમે સુંદર લખાય તો ઘણું છે.
ઠેર ઠેર માનવતાની મહેક ફેલાય તો ઘણું છે,
રાગ, દ્વેષ, અદેખાઈ નવ રખાય તો ઘણું છે.
જીવન સફર સારી ખેડી જવાય તો ઘણું છે,
"પ્રવિણ"યાદ બની શાંત બનાય તો ઘણું છે.
રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા
