ધર્મના પંથે....
ધર્મના પંથે....
કોઈના ઓટલા મૂકી તું ઘરમાં વસતો થા,
વેરભાવ ત્યજી સમાજને પ્રેમ કરતો થા.
સારો સ્વભાવ રાખી સહુને તું ગમતો થા,
બધું જ તારું નથી બીજે પણ આપતો થા.
સજ્જનનો સંગ કરી દુર્જનને છોડતો થા,
અસત્ય ત્યજીને સત્ય સદા બોલતો થા.
વાણીમાં વિવેક રાખી મર્યાદા રાખતો થા,
દુઃખિયાને સહાય કરીને વ્હારે ચઢતો થા.
અભિમાન ખંખેરી લોકોને હવે મળતો થા,
કુદરતે આપેલ તેમાં તું સંતોષ રાખતો થા.
છોડી દે વિકૃતિને પ્રકૃતિને તું માણતો થા,
દર્દી લોકોની ખબર પૂછવા તું દોડતો થા.
અધર્મનો પંથ છોડી ધર્મના પંથે ચાલતો થા,
ઊઠ ઊભો થા આયુધ હાથમાં ધરતો થા.
ફેંક પડકાર શત્રુઓને રાષ્ટ્ર માટે લડતો થા,
જ્યાં માન જળવાઈ ત્યાં વેણ નાખતો થા.
માનવ બની અને જીવન સુંદર જીવતો થા,
માબાપની સેવાચાકરી કરી હવે નમતો થા.
રચનાકાર:- પ્રવિણ એમ. મહેતા
