તેજસ્વી....
તેજસ્વી....
સૌ ભારતીયો પર પ્રેમ રાખજો,
દોલતનું ઘમંડ ખંખેરી નાખજો.
દિન દુઃખીયાઓને મદદ કરજો,
ભૂખ્યા લોકોને જમવા આપજો.
તરસ્યા લોકો માટે પરબ બાંધજો,
ગાયોને લીલોતરી ચારો નીરજો.
પક્ષીને ચણ નાખવાનું ન ભૂલજો,
તેજસ્વી બનીને આગળ વધજો.
ઉત્તીર્ણ થઈ અને પદવી પામજો,
સૌ પર પ્રેમ રાખો વ્હેમ ત્યજજો.
સૌને પરિવાર માની સાથે બેસજો,
સારા લોકો પાસેથી કંઈક શીખજો.
રાષ્ટ્ર ધ્વજને ગર્વથી સલામી ભરજો,
દેશગાન વંદે માતરમ્ રોજ બોલજો.
હિન્દુસ્તાનની માટીને મસ્તક ધરજો,
દેશાભિમાન રાખી મા ભારતીને નમજો.
મનન કરી અને રોજ મૌલિક લખજો,
લોકોના હૃદયમાં સદાય માટે વસજો.
માનવદેહ મળ્યો છે નિભાવી જાણજો,
માબાપ અને ઈશ્વરને સદાય નમજો.
રચનાકાર-: પ્રવિણ એમ. મહેતા
