વીરાંગનાઓએ...
વીરાંગનાઓએ...
ભારતની વીરાંગનાઓએ પાકને બતાવી દીધું, જેમણે ઓપરેશન સિંદૂરને સફળ બનાવી દીધું. મા ભારતીની તનયાઓએ મા ને શીશ ઝૂકાવી દીધું, રાષ્ટ્રની રક્ષા કાજે આસમાને વિમાન ચઢાવી દીધું, આતંકીઓના અડ્ડાઓને કબ્રસ્તાન બનાવી દીધું. ઉંદરડીને દારૂનો નશો ઉતારી ભાન કરાવી દીધું, આતંકવાદીના જનક પાકિસ્તાનને ધ્રુજાવી દીધું. ભારતની બે શક્તિઓ રૌદ્ર સ્વરૂપ બતાવી દીધું, સાક્ષાત્ દેવીઓએ જઈ ખપ્પરને લંબાવી દીધું. સિંદૂરનો બદલો સિંદૂરથી લઈ ભાન કરાવી દીધું, નાપાક પાકિસ્તાનનું નાક કાપી અને ફગાવી દીધું. ફટાકડો અમારો જ ફૂટે કહી ગીદડને ડરાવી દીધું, ફિલ્મ તો હજુએ બાકી છે માત્ર ટ્રેલર બતાવી દીધું. શેરનીઓએ ગર્જના કરી ધાવણ યાદ કરાવી દીધું, આતંકનગરમાં ડિમોલેશન કરી વેરાન બનાવી દીધું. યુદ્ધયાત્રા કરી વિમાનને રનવે ઉપર દોડાવી દીધું, માદરે વતન પર આવી હિન્દુસ્તાનને હસાવી દીધું. દેશપ્રેમની ભાવના રાખી પાકિસ્તાનને હંફાવી દીધું, વડોદરાનું ગૌરવ વધારી વિશ્વમાં નામ ફેલાવી દીધું. યુદ્ધની ભૂમી ભારત છે પાકીસ્તાનને હરાવી દીધું, "પ્રવિણ"ધન્ય આ નારીને શત્રુનું બેન્ડ બજાવી દીધું. રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા
