એપ્રિલફૂલ....
એપ્રિલફૂલ....
કાલે એપ્રિલફૂલ છે કોઈ બનાવે તો બનતા નહીં,
ફોનમાં ખોટા ખબર આપે તો તમે માનતા નહીં,
કાલે એપ્રિલની પહેલી તારીખ એ ભૂલતા નહીં.
તમારું જરા કામ પડ્યું ભૂલ કરીને દોડતા નહીં,
કોઈ ખોટા દુઃખદ સમાચાર આપે તો રડતા નહીં.
કોઈ સુખદ ખબર આપે અભિનંદન આપતા નહીં,
હાંસી ઉડાવવા હલેસા મારશે હોડી હાંકતા નહીં.
ઝઘડો કરાવવા માંગે સમજ્યા વિના લડતા નહીં,
આપે જમવાનું આમંત્રણ ભૂખ્યા તમે ભાગતા નહીં.
કાલે બધું ભૂલો પણ એપ્રિલફૂલ તમે ભૂલતા નહીં,
" પ્રવિણ" કહે સાવચેત રહો તમે ભૂલ કરતા નહીં
પ્રવિણ એમ. મહેતા
