STORYMIRROR

Pravin Maheta

Others

4  

Pravin Maheta

Others

પાત્ર....

પાત્ર....

1 min
364

કોઈ ઉડાવે આકાશે તો વિચારીને ઉડવું, સ્વાર્થી લોકોની સોબતે કદીય નવ ચડવું. લાલચ આપનારા લોકોથી સદાય બચવું, માનવનું સર્જન થયું તો દાનવ ના બનવું. કોઈપણનાં પેટ પર કયારેય પાટું ન મારવું, સત્ય મેવ જયતે હંમેશા ધ્યાનમાં રાખવું. માન ન જળવાય ત્યાં કદી વેણ ના નાખવું, અન્નચોર હોય તેમને ત્યાં કયારેય ન જમવું. પરદા પાછળ અભિનય કરી કદી ના ખેલવું, વ્યવસ્થિત હાથ ધોઈને પછી ભોજન રાંધવું. સાત સાડલા ભેગા કરી કોઈનું ઘર ન ભાંગવું, મિત્રતા સહુની પર રાખો પણ વેર નવ બાંધવું. નીતિથી ફરજ બજાવો લાંચમાં કદી ન આવવું, ખાખીવર્દીનું અપમાન થાય તે કૃત્ય ના કરવું. પોલીસે ફરિયાદ લઈ સતત તેમાં ધ્યાન આપવું, ચોર કોટવાળને ન દંડે તે માટે પોલીસે જાણવું. નેતાઓ એ ચૂંટાય અને બજેટ માપમાં રાખવું, રાષ્ટ્રદ્રોહીને સજા આપી રાષ્ટ્રનું રક્ષણ કરવું. પક્ષોએ ખેંચાખેંચીમાં કયારેય પણ ના પડવું, ખાદી પહેરો વાંધો નહીં પણ ગજવું કાઢવું. તમે સુરક્ષા રાખો તેમ દેશને સુરક્ષિત રાખજો, આતંકવાદીને પકડી આકરી સજાઓ આપજો. ભારતનાં એક એક નાગરિક વફાદાર બનજો, ના ખૂન ના હત્યા ના ગંદકી ના ચોરી કરજો. સૌ એક પરિવાર બની સદા સંગાથે બેસજો, "પ્રવિણ"સારું પાત્ર ભજવી માટીમાં મળજો. રચનાકાર -: પ્રવિણ એમ. મહેતા


Rate this content
Log in