STORYMIRROR

Varsha Vora

Inspirational

2.1  

Varsha Vora

Inspirational

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
27K


સંબંધની પતંગ લીધી,

સ્નેહની કનના બાંધી,

લાગણીની દોરીથી સીંચી.

ઠંડા પવનની લહેરખી આવતા જ,

પતંગ ઉડાડવાની કરી તૈયારી,

પતંગ હવામાં લહેરાવા માંડી.

પણ, ના જોયું કે ફીરકી કોણે ઝાલી,

સજ્જડ હથેળીમાં કોણે જકડી,

કોણે ના ઢીલ જવા દીધી.

પતંગ દિશાહીન શું ડોલવા માંડી ,

ને પાછું આ ક્યાંથી આવ્યું લંગસીયું,

ને પાંપણ ના પલકારે દોરી કપાઈ ગયી.

પતંગ મારી ગોથા ખાતી ખાતી,

ક્યાંક અજાણ પ્રદેશની વાતે ચઢી ગઈ,

ક્યાં? કોને ખબર, હરિ જાણે !

અને, એક સ્નેહભર્યો લોહીનો સંબંધ કપાઈ ગયો,

જાણે  લાગણીનો તંતુ તૂટી ગયો,

કહોને કે એક જન્મ નો સંગાથ છૂટી ગયો.

ચાલો, ત્યારે, ફરી પાછી બીજી પતંગ લઈએ,

ફરી પાછી કનના બાંધીએ,

ફરી માંજા સાથે જોડીએ.

કોને ખબર... આ વખતે?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational