STORYMIRROR

Varsha Vora

Children

3  

Varsha Vora

Children

કાલ અને આજ - 21

કાલ અને આજ - 21

1 min
160

મારે પણ એક સ્કૂલ હતી,

રોજ રોજ જવાની મજા હતી,


એકજ રંગના ડ્રેસ અમારા, નાની સ્કૂલ બેગ,

નાનું મારુ ટિફિન પાછું, કલર ફૂલ વોટર બેગ,


નાની રીસેસને કલાસની બહાર, દોડાદોડી કરીએ, 

બેલ વાગે ને ડાહ્યાડમરાં થઈ પાછા વર્ગમાં જઈએ,


મોટી રિસેસનો ઘંટ વાગ્યો ને બધા મેદાનમાં ભાગીએ,

ભાગાભાગી, ધક્કામુક્કી કરતા પકડાપકડી રમીએ,


કો'ક બેસે હિંચકે, ને કો'ક વળી લસરપટ્ટીમાં લસરે,

પડીએ, દડીએ, ધૂળ ખંખેરી પાછા ઊભાં થઈએ,


નાના નાનાભૂલકા અમે, અમારી નાની નાની વાતો,

ઘડીકમાં ઝઘડીએ, રડીએ તોયે હસતા દઈએ ધબ્બો,


બેલ વાગ્યો ને રીસેસ પૂરી, કરી પછી દોડાદોડી,

પોતપોતાના ક્લાસ જવાની કેવી તાલાવેલી,


સાંજ પડેને ઘેર જવાની કેવી પડે મજા,

ઘરમાં રહીને ભણીએ હમણાં જોને આ તે કેવી સજા,


હે ભગવાન, જલ્દી જલ્દી સ્કૂલ ખોલી દો ને,

ઘરમાં નથી ભણવું અમને, હવે દરવાજા ખોલી દો ને.


Rate this content
Log in

Similar gujarati poem from Children