નસીબ
નસીબ
પોતે ના કરે કાંઈ તો નસીબ શું કામ એનું કામ કરે?
યમ લેવા આવે ને એમ પડ્યો રહે તો ભલે મોતે મરે
નાક ને વળી શ્વાસ દીધો પણ સૂંઘવું તો મારે જ પડે
બદબુ આગળ જ પડ્યો રહુ તો એ તો મને જરૂર નડે
આંખ દીધી બે ને ઉપરથી આપી બધું જોવાની દ્રષ્ટિ
ભલે રહી મોટી થોડી ઘણી તો મારે સર્જવી પડે સૃષ્ટિ
ભૂંગળ જેવા કાન ઉપરથી આપી સાંભળવાની શક્તિ
કામની વાત સાંભળવી પડે એના વગર વ્યર્થ ભક્તિ
હોઠ, મોઢું, મજબૂત દાંત ને મુલાયમ આપી જિહવા
ખાવું, બોલવું તો બહુ ગમે પણ સ્વચ્છ રાખવી હવા
ધબકે ધકધક હૃદય અથાગ અવિરત જીવું ત્યાં લગી
ક્યારેક તો થંભાવવું પડે જગાડવા કરુણાની કલગી
નિદ્રાધીન હોઉં તો ય સ્વપ્ન જોતું રહે છે મારુ દિમાગ
નસીબદાર આજ તો સ્વપ્નમાં થોડું બીજા માટે માગ
પોતે ના કરે કાંઈ તો નસીબ શું કામ એનું કામ કરે?
દિલ દિમાગ અને પરિશ્રમ કરે તો જ જગ આખું તરે.