પ્રેમ, આધ્યાત્મિક ઝરણું
પ્રેમ, આધ્યાત્મિક ઝરણું
અરે મારી પાસે ઝળહળ કરે હેત બહુધા,
વહે એ તો રોજે ખળખળ કરી એક શ્વાસે,
નથી કોઈ એકે સુલભ ઝરણું કે મન ઠરે,
હશે એ જો મારી મન મન થકી પ્રેમ કરતી,
કદી સાથી માની અટકળ બધી ધ્વસ્ત કરશે
દિલે જ્યારે જ્યારે અતિશય મને પ્રેમ ઊભરે,
નથી જોઈ મેં તો સમય વિતવા કેરી કસરે,
અરે કાલે કોણ સમજ ધરતું જીવન પરે

