માવઠું રે માવઠું
માવઠું રે માવઠું


શીર પર વજન બહું ખમ્યું
ભર ઉનાળે ક્યાં ક્યાં ઘૂમ્યું
વાદળ અહીંથી તહીં ભમ્યું
પનિહારી જોઈ પ્રેમે નમ્યું
મુખ રૂપ એનું અતિ ગમ્યું
નીર હોઠે લઈ ધરતીને ચૂમ્યું
ઘનશ્યામ જરા વહેલું વરસ્યું
વહાલ કરવાં એ કેટલું તરસ્યું
સારું જળ આજ વૈશાખે ખર્ચ્યું
આડંબર કરી આભે ગર્જ્યું
ટાણે કટાણે અહીં આવન વર્જ્યું