શિમલા
શિમલા


હિમાલયની ગોદમાં રમતું, શિયાળે ધવલ હિમ જમતું, પ્રભાતે તૃણ જલ ઝમતું, ઊંચે ટેકરી પર પંખ ભમતું, ઉંડી ખીણે વૃક્ષ ભાર ખમતું, બાલ વૃદ્ધ યુવા સૌને ગમતું, ભ્રમર ફૂલ રસ મધુર ચૂમતું, ફલ લચીલા લઈ શાખ નમતું, રંગ રંગીલા પતંગ ઘૂમતું, શિમલા થન થન ગાન ઝૂમતું, શેરી સાંકડી વળી વળી ઠુમતું, નિશા અંધેરે ચાંદ છૂમતું, ડાળી ડાળી બંદર ઘૂમતું, ઊંચે નીચે ઊંચે ટમટમતું, શીતલ નગર આ સૌને ગમતું