STORYMIRROR

Niky Malay

Classics Inspirational Children

5  

Niky Malay

Classics Inspirational Children

“લંચબોક્ષ”

“લંચબોક્ષ”

1 min
500

આંખે ચશ્મા ને છાપુ વાંચતો,

જોતા રહી ગયો બધા ચિત્રો.


ભણતરના દફતરને નાસ્તાના ડબ્બા,

સરી પડ્યો મારા લંચબોક્સના ડબામાં.


એ સ્કૂલનો સમયને નાસ્તાનો બેલ,

સૌ ડબ્બા લઈને ભાઈબંધ બધા વેલ.


લંચબોક્સના સંગાથે બેસે કુંડાળે,

ને ડબ્બાના નાસ્તાની લૂંટ ચલાવે.


માસ્તર અમારી આંખ્યું રાખે,

કેમ અલ્યા મગનો તમારાથી જુદો.


રોજ આવે છે તો તમારી ભેળો,

માસ્તર હળવેથી પહોંચ્યા મગના કને.


કેમ સંતાડે છે ડબ્બો નહીં ખાવ તારો નાસ્તો,

લે મને બતાવજો તું શું લાવે છે નાસ્તો ?


મગનો શરમાતો ડબો સંતાડે,

માસ્તર છીનવીને ડબામાં દેખે.


ડુંગળીનો દડો ને વાસી રોટલો ઉઘાડે,

મગનાની આંખોમાં દડદડ આંસુ.


બાવળું પકડીને કુંડાળે બેસાડ્યો,

ભાઈબંધ બધા ડુંગળીને રોટલો લૂંટાવ્યો.


હતા એવા નિખાલાસ એ ડબાના સાથ,

રહી ગયા હવે પ્લાસ્ટિક ડબ્બાના હાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics