“મન સંબધે”
“મન સંબધે”
આત્માના ભોમિયા બની ફરવું છે મન સંબધે,
મારી ને તારી બંધન ઓળખ શોધવી છે મન.
જલાવી જાત પારખી પહોંચવું છે તારે દ્વાર સંબધે,
યુગોથી ભટકતા આત્મ ભવને પારખવું છે મન.
તારું બંધન દોર સંબંધોનું લેણું છે અહેસાસ સંબધે,
તને પકડવા વિચારું છું ને ત્યાં તું વિહરે છે મન.
શ્વાસ થકી તું સ્થિર કાંઈ નથી, છે વિહવળ સંબધે,
કેવી ! સફર લાગણી મારે અદ્વિતિય બંધન છે મન.
તારો કેવો વિશ્વાસ હરદમ હરપળ છે શ્વાસ સંબધે,
તને જાણ્યા છતાં પણ તું વાસ્વિક વિચલિત છે મન.
કેદ થઇ દેહમાં નથી રહેતું તું એક ક્ષણ સંબધે,
તારો જીવ સાથે શું નાતો એ ન જાણ્યું કોઈ છે મન ?