STORYMIRROR

Niky Malay

Fantasy

3  

Niky Malay

Fantasy

સત્ય

સત્ય

1 min
195

તારા સથવારે રહી ને, મારે દુઃખી થવાનું સત્ય,

તારો ઉજાસ બહુ ઊંડો ને, મારે છીછરા રહેવું સત્ય.


તને પામવા સળગે દુઃખો ને,મારે હાંફી જવાનું સત્ય,

ટીપાઈ એરણ મહી કંચન ને, મારે મૂક બેસવાનું સત્ય.


લુંટે લુંટારા જાત માટે ને, મારે મધ્ય રહી ટીપાવું સત્ય,

કરે તું આડંબર નીત નવા જિંદગી ને, મારે સંતાવું સત્ય.


તારા વળગાડ બધા ને, મારે પડછાયામાં છુપવું સત્ય,

કરેલા તારા કર્મો બધા ને, મારે અશ્રુ મહી વહેવાનું સત્ય,

છો તું પરમેશ્વર રૂપે સર્વત્ર ને, મારે કેમ કરી માનવુ અસત્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy