kamsha gadhavi

Romance Fantasy

5.0  

kamsha gadhavi

Romance Fantasy

તમારું આગમન

તમારું આગમન

1 min
535


તમારા આગમનથી આંગણે અવસર થઈ જાશે.

ચરણરજથી તમારી એ બધું મનહર થઈ જાશે.


ગુલાબો એ બધા છોડી સુગંધો ક્યાં ગયા ભાગી,

તમારા સ્નેહથી વાતાવરણ ગુલશન થઈ જાશે.


નથી રાધા નથી મીરાં નથી યમુના તટે કોઈ,

હજી પણ મોરલીના નાદ વનરાવન થઈ જાશે.


બનીને વાંસળીના સુર બધે રેલાઈ જાઉં છે,

અધરથી શ્યામના વળગી જીવન સરભર થઈ જાશે.


તમારી યાદ ના દરીયા તણી એ શું હકીકત છે,

વિતી જાશે ભયંકર રાતને દિનકર થઈ જાશે.


તમેં આવ્યાં અને ફુલો ખીલ્યાં છે આજ ઉપવનમાં,

બધા ભમરા ખુશીમાં આજ તો ગુંજન થઈ જાશે.


હવે કોઈ તમન્ના આરઝૂ બાકી રહી કમશા,

તમારા સ્નેહ ભીની ક્ષણ બધી ચણતર થઈ જાશે.


Rate this content
Log in