STORYMIRROR

Jay D Dixit

Romance

4  

Jay D Dixit

Romance

શ્વાસના ધબકાર

શ્વાસના ધબકાર

1 min
27.1K


વાત જો છેડી છે તમે તો કહી દઉં છું,

શ્વાસના ધબકાર વચ્ચે રહી લઉં છું.

 

બાકી સમય ક્યાં કોઈની રાહ જુએ છે?

વહેણ ના મળે તો ઝાંઝવે વહી લઉં છું.


અધૂરી વાર્તા પૂરી અધૂરી રાખી હોય તોય,

અધવચ્ચે પૂરો અંત હું ગ્રાહી લઉં છું.

 

જાણું છું આજે કાળી અમાસ છે, છતાં;

અંધકારને તેજની તશર કહી લઉં છું.

 

સાવ ખોટું કરે છે ‘કલ્પ’ સાથે બધાં,

સહુના હૈયે ઈશ્વર છે, માની સહી લઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance