Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jay D Dixit

Romance

4.0  

Jay D Dixit

Romance

હજી હું ઝરું છું

હજી હું ઝરું છું

1 min
451


જો હું તને કેટલો સરસ પ્રેમ કરું છું,

મારા સ્મરણોમાં પણ તુને જ સ્મરું છું. 


દેખાય બીજી ફટાકડી ગમી જાય એવી,

એ વાત કરું તને જ 'ને પછી ડરું છું.


ખબર હોય કે સાવ ખોટું તું રિસાણી છે,

તોય મનાવવા તને હું પળેપળ મરું છું. 


છે છૂટ બધી એકબીજાથી આપણને,

વિશ્વાસથી તોય શ્વાસમાં તને જ ભરું છું.


વર્ષો થયા આમ અન્યોન્યમાં જીવતા,

તારી આંખ ભીંજાય તો આજે પણ ખરું છું.


સંબંધમાં ગરમાટો છે હજુ એવો જ 'કલ્પ'

તું સહેજ નજર નાખે તો હજી હું ઝરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance