આજે દેખાયું
આજે દેખાયું
એક વાંદરૂ સામેની અગાશીમાં છે.
ત્યાં આવીને રોજ બેસે છે.
એક કાગડો આવીને ત્યાં જ બેસે છે.
એ બંનેની દોસ્તી છે.
એક ખિસકોલી રોજ દોડે છે.
એક બિલાડી રોજ દૂધ પીવા આવે છે.
એક કૂતરાને મમ્મી રોજ રોટલી આપે છે.
કેટલાય કબૂતરા મારી બાલ્કનીમાં આવીને ચણે છે.
એક ચકલી મારા ઓરડાના પંખા પર આવીને રમે છે.
એક કારોળિયાને જાળું બનાવતા ત્રણ દિવસ થાય છે.
અને એ જાળું પાડતા મને ત્રણ સેકન્ડ.
આજે બધું દેખાયું.
કેમ ? ખબર છે?
બહુ વર્ષે આટલા દિવસ ઘરે છું.
હું મારામાં છું.
નવરાશમાં છું.
હું.