હૃદય પર નિશાનો ઘણા તાકવા છે
હૃદય પર નિશાનો ઘણા તાકવા છે
હૃદય પર નિશાનો ઘણા તાકવા છે.
અસરમાં વિચારો બધા રાખવા છે.
ગલીમાં તમારી ઉભી છું હજીયે,
ખબર પૂછવા બારણાં ઝાંકવા છે.
તમારા વિયોગે વહી જાય સાગર,
કદી આંસુ બે-ચાર પણ ચાખવા છે.
તડપતી રહું છું મજા છે તડપની,
જખમ જે મળ્યા છે બધા સાંખવા છે.
મગજમાં ભમે છે એ રોકી શકું ના,
પછી કાફલાઓ અહીં હાંકવા છે.
જશો ક્યાં બચીને જવાં નીકળો છો,
એ રસ્તા બધાં આ તરફ વાળવા છે.
વટાવી ચરણ આજ ઘરમાં પધારો,
કમાડો હંમેશા પછી વાખવા છે.
ખુદાને મળીને દુઆઓ કરી લઉ,
હશે જે દરદ એ બધા કાપવા છે.
નજરથી તમારી પ્રણયને નિહાળું,
જરાં જોઇ લેવા નયન માંગવા છે.
ભલે આભ ખાલી થશે તોય શું છે?
ગગનથી સિતારા ગણી લાવવા છે.
ઘણા હું મનાવું જો માની જ જાઓ,
"ખુશી"નાં ખજાના અહીં હારવા છે.