લાલસા
લાલસા


લાલસા...
એક લાલસા તો છે તમારો જ એહસાસ ભરવાની,
તમારા નામની લઈ કાળજે ને પ્યાસ ભરવાની!
દિલ ખોલીને અમે ઇશ્ક તમને જ કરીએ છે અમે,
નથી રાખી જીગરમાં વૃત્તિઓ કઈ રાઝ ભરવાની!
તમે હસતા રહો એમજ જીવન થઈ જયછો પૂરું,
કહે છે મન અમારું કે બીજી શુ આશ. કરવાની?
તમે દિલમાં રહો મારા વસુ દિલમાં તમારા જ હું,
નથી કોઈ આરઝૂ અમને બીજું ખાસ. બનાવની!
હર વાતો આપણી પ્રેમથી સ્વીકારશું પલ પલ,
ક્યાં આદત છે અમને કશો પરિહાસ કરવાની?
સદા મન્નત માંગુ છું દુવા ને પ્રાર્થનાઓમાં સનમ,
થઈ ફૂલ ને તારીજ ગ્રીવાનો હાર બનવાની!
મુમતાજ થી ઊંચી કદી મુહોબ્બત નહિ માંગુ,
અમારી હેસિયત ક્યાં છે મહાલેતાજ ચનવાની!