STORYMIRROR

Hasmukh Rawal

Inspirational

0  

Hasmukh Rawal

Inspirational

એક સવાલ

એક સવાલ

1 min
200


મન જીવે છે ત્યાં સુધી, ઇશ્ક કાં છલકાય ના,

કાં લાગણીઓ હૃદયની પલ પળે ઉભરાય ના!

પ્રૌઢના કોણે લખ્યા આ સમીકરણ બધા?

બેય બે છે હોઠ તો શા કારણે, મલકાય ના?

પ્રૌઢ સૌ પાણી પીએ, દવા શરબત પીએ,

કાં એમનાથી કહો તો પ્રેમરસ પીવાય ના?

બચપણ યુવાની તણો સમન્વય પ્રૌઢ છે,

તો એમના જેવુજ કાં પલપલે જીવાય ના?

જરૂરત હતી ચશ્માં લગાવ્યાં શું થયું કહો,

ક્યાં લખ્યું છે એમની આંખડી છલકાય ના?

શોકની ને હર્ષની છે લાગણીઓ જુદીજુદી,

એવું નથી કે એમનું દિલ પણ દુખાય, ના?

કોને રચ્યો કાયડો કે જાગીર છે કોઈની?

પ્રૌઢ થઈ કોને કહ્યું કે પ્રેમમાં પડાય ના?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational