ગરવી ગઝલ કહું !
ગરવી ગઝલ કહું !
છું એકલવ્ય આખરે આંસુને ઓળખું;
અભિષેક મીઠાં અશ્રુનો તારા ઉપર કરું.
છું વર્તમાન ક્ષણ સમો ઇતિહાસ હું નથી;
જેમાં સમાઈ સૌ શકે એવું છું આંગણું !
વામન અતીવ શબ્દ ને પગલું ભલે વિશાળ;
અઘરું ઘણું પડે જ છે માર્દવને માપવું !
બે-પાંચ શાયરો અને બે-પાંચ ભાવકો--
એના હ્રદયમાં પ્હોંચું જો ધબકાર તો બનું !
પીંછું બનાવી આંગળી અંગૂઠો સાંકળું--
"ગુણવંત " નામ છે જ તો ગરવી ગઝલ કહું !