આગોશમાં બેઠા છીએ
આગોશમાં બેઠા છીએ


એકાંતની આગોશમાં બેઠા છીએ;
પાણી વિનાના હોજમાં બેઠા છીએ.
સદભાગ્યે ભીંજાઈ શકે પ્રતિબિંબ પણ--
સમજી- વિચારી લોકમાં બેઠા છીએ.
આપસપણાનું મૂલ્ય આંકી જાણવા--
કો' દેવ માફક ગોખમાં બેઠા છીએ.
પર્યાય-કોશી શબ્દની ચાહત બની--
અર્થો વણીને પહોંચમાં બેઠા છીએ.
સાહેબ;સાચેસાચ ક્યાં અંતિમ દશા ?
ક્ષણ એક ભરતી-ઓટમાં બેઠા છીએ