Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

અમે

અમે

1 min
12.1K


ઝાકળભીનું સપનું તો કોઈ પાળો જી,

ભેજ સરીખું ભીતરમાં કોઈ ભાળો જી !


દરિયો છું તો ભીતર રત્નો ખાસ્સાં રળિયાં

ઊંડે ઊતરી કોઈ ઢોલિયો ઢાળો જી !


જીવ બચાડો બાળ્યા કરશો ક્યાં લગ સ્નેહી;

ભેદ,ખેદ, પ્રસ્વેદ બહુ મરમાળો જી !


હમણાં છીએ, પહેલાં ન્હોતાં એવું કંઈ ના

હજું સમય છે મજાક-મસ્તીવાળો જી !


હળવે હૈયે હાથ પિછાનો પર દ્વાપરનો--

ભર ઉનાળે ખીલ્યો છે ગરમાળો જી !


મત્સ્યો જેવું ખોળ્યાં ના કર મારી અંદર

જીવ નથી તું માછીમાર ભમરાળો જી !


સપનાંનું સિંદૂરી વાસ્તવ હમણાં ફળશે

કલ્પવૃક્ષની નીરખ- પરખ તું ડાળો જી !


Rate this content
Log in