Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

એવું પણ ક્યાં જાણતાં

એવું પણ ક્યાં જાણતાં

1 min
6.1K


ચાકડે કોણે ચઢાવ્યાં એવું પણ ક્યાં જાણતાં,

કાચેકાચાં કાં ઉતાર્યાં એવું પણ ક્યાં જાણતાં ?


મીન માફક આયખું જળમાં વીતે છે તે છતાં

કેમ જળ શીતળ ન લાગ્યાં એવું પણ ક્યાં જાણતાં !


આગ ઓઢી ઊડવાં પાંખો મળેલી જેમને,

ઉડ્ડયન એને અજાણ્યાં, એવું પણ ક્યાં જાણતાં ?!


યંત્રવત્ ઘોંઘાટમાં ઊંઘી જવું સ્હેલું પડ્યું,

ઊંઘતાં શાને ઉઠાડ્યાં એવું પણ ક્યાં જાણતાં ?


કંઈ દિશાથી ઇચ્છાધારી સ્વપ્ન આવે, શી ખબર ?

બારણાં-બારી ન વાખ્યાં એવું પણ ક્યાં જાણતાં ?


Rate this content
Log in