Neha Desai

Inspirational

5  

Neha Desai

Inspirational

હું એક આધુનિક નારી છું

હું એક આધુનિક નારી છું

1 min
876


હું, એક, આધુનિક નારી છું....


સૌને, સમજનારી છું,

સૌની સાથે, પ્રેમથી વર્તનારી છું,

હક મેળવવાં, લડનારી છું,

હું, એક, આધુનિક નારી છું !


અન્નપુર્ણા બની, જતન કરનારી છું,

પાક કલાની, પૂજારી છું,

ઘરકામમાં, પતિની મદદ, સ્વીકારનારી છું,

હું, એક, આધુનિક નારી છું !


કરકસરને, જાણનારી છું,

ત્રેવડ ને ત્રીજો ભાઈ, માનનારી છું,

પોતાનાં શોખ, પોષનારી છું,

હું, એક, આધુનિક નારી છું !


જગત જનની, સ્વરૂપિણી છું,

વાત્સલ્યની, અનોખી મૂર્તિ છું,

બાળકોને, આત્મનિર્ભર બનાવનારી છું,

હું, એક, આધુનિક નારી છું !


ખુદની રક્ષા, જાતે કરનારી છું,

અધિકાર મારાં, જાણનારી છું,

અબળાને બદલે, સમાનતામાં માનનારી છું,

હું, એક, આધુનિક નારી છું !


શિક્ષિકા બની, ભવિષ્ય ઘડનારી છું,

નર્સ બની, સેવા, કરનારી છું,

કોર્પોરેટ ઑફિસમાં, ફરજ બજાવનારી છું,

કામ અને ઘરને સમતોલ, કરનારી છું,

'ચાહત' બની, વાંચકોનાં દિલ, જીતનારી છું !

હું, એક, આધુનિક નારી છું !


Rate this content
Log in