Nana Mohammedamin

Inspirational

5.0  

Nana Mohammedamin

Inspirational

માથાકૂટમાં પડતો નહિ

માથાકૂટમાં પડતો નહિ

1 min
672


કાણાને કાણો કે'વાની માથાકૂટમાં પડતો નહિ, 

તારું જોજે, તું બીજાની માથાકૂટમાં પડતો નહિ.


ખાલી મળતા એકલદોકલ મિત્રોમાં રાજી રે'જે, 

મારું માને તો તું ટોળાંની માથાકૂટમાં પડતો નહિ.


મન ફાવે તો બબ્બે દર્પણ જોડે રાખી ફરજે તું,

પણ પાછો તું બે મોઢાની માથાકૂટમાં પડતો નહિ.


જેને જે સમજવું હોય એ એમને સમજવા દે'જે,

જગતને તું સમજાવવાની માથાકૂટમાં પડતો નહિ.


તારા કદમોને સીધાં રાખે તું બસ એ જ પૂરતું,

રસ્તાને "નાના" સીધો કરવાની માથાકૂટમાં પડતો નહિ.


Rate this content
Log in