STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Fantasy

4  

Nana Mohammedamin

Tragedy Fantasy

હસદ

હસદ

1 min
290

એ હદ સુધીની હસદ થઈ ગઈ મારાથી,

કે સવાલ કર્યો મેં ને તરત જ રદ કરી ગયા.


નફરતોથી દીલ જલાવી રહ્યા ચારે કોર,

જરા મોકો મળ્યો ને ઢગલો ખામી શોધી ગયા.


સજાઓ તો ખૂબ આપી તપતા રણમાં,

બદન રાખ થયું ને એ છાંવમાં હાસ્ય વેરી ગયા. 


ફરજ ક્યાં મેં પાડી હતી સ્વીકારવાની,

ભરી મહેફિલમાં જોયો ને જ ઉપેક્ષા કરી ગયા.


જરા આગળ ડગ ભરવાની કોશિશ કરી,

આગળ વધ્યો ના ને ત્યાં તો નીચે પાડી ગયા.


ખ્યાતિ મેળવવાની ક્યાં પડી હતી મને,

તરકટ કરી "નાના"ને બદઈરાદાથી ખ્યાતનામ કરી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy