કાયમ પરાયો હું હતો
કાયમ પરાયો હું હતો
આંખમાં લથબથ સમાયો હું હતો,
તે છતાં કાયમ પરાયો હું હતો.
લાગણીને હેતથી વાવી પછી,
એમના હાથે કપાયો હું હતો.
બેઅસર થઈ છે દવાઓ એમની,
પ્રેમથી એવો ઘવાયો હું હતો.
ખુદથી આજે યુધ્ધ હારી હું ગયો.
આમ તો કાયમ સવાયો હું હતો.
કેમ શોધો છો અહીં 'આભાસ'ને?
લ્યો કબર નીચે દટાયો હું હતો.