રે'વા દે તું
રે'વા દે તું
ખોટા આ જાપો જપવાના રે'વા દે તું,
માળા, ધાગા મંતરવાના રે'વા દે તું.
દોસ્તો ભેગા થઈને કા' શોધો ઈશ્વરને ?
મળશે ભીતર ભવ ભમવાના રે'વા દે તું.
એ આંખોના ભાવો વાંચી મોહી પડશે,
તારા શબ્દોને લખવાના રે'વા દે તું.
જીવી લેવા દોને શ્વાસોને આધારે,
વ્યથા, આઘાતો કળવાના રે'વા દે તું.
લોકો જાણી ગ્યા છે અભિનય ઓ 'આભાસ'
હા ખોટા બ્હાના મરવાના રે'વા દે તું.