STORYMIRROR

Drsatyam Barot

Romance

4  

Drsatyam Barot

Romance

પ્રેમમાં સહેલું નથી

પ્રેમમાં સહેલું નથી

1 min
25.7K


પ્રેમમાં મન મારવું સહેલું નથી,

શીશ ચરણે કાપવું સહેલું નથી.


પ્રેમનું દિલ આંકવું સહેલું નથી,

એમને દિલ આપવું સહેલું નથી.


જે અહીં આવે સલામી મારશે,

ઓ ખુદા ઘરમાં જવું સહેલું નથી.


તું બધી મોટાઈ છોડી આવને,

પ્રેમમાં મોટા થવું સહેલું નથી.


નાત, જાતો, ધર્મને ભૂલી બધું,

દર્દ, દર્દે રંગવું સહેલું નથી.


ભાર એનો પ્રેમમાં ક્યાં હોય છે,

પાગલોને ચાહવું સહેલું નથી.


એક શ્વાસે બે હસે છે જિંદગી,

પ્રેમને તો મારવું સહેલું નથી.


આગનો દરિયો બન્યો છે પ્રેમ તો,

એમ જીવન તારવું સહેલું નથી.


પ્રેમ રૂપી ફળ ઘણું ઊંચે રહ્યું,

એમ એને પામવું સહેલું નથી.


પ્રેમમાં તો હોય છે ઊજાગરા,

રાત દા'ડો જાગવું સહેલું નથી.


છે રિસાવું ને મનાવું પ્રેમમાં,

એ કહે, એ માનવું સહેલું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance