ગળપણ
ગળપણ


ખેલ કરવાથી જ બચપણ થાય છે,
હોય ધીરજ તો જ ઘડપણ થાય છે.
ગોળ નાખો એવું ગળપણ થાય છે,
પ્રેમ રાખો એવું સગપણ થાય છે.
એમને મળશું અમે જન્મો જનમ,
આજ એવું ખાસ મન પણ થાય છે.
જાત વાવીને જુઓ વ્હાલા તમે,
જાત આખી ખાસ મણમણ થાય છે.
લોક માટે જાત આખી ગાળતું,
જાત આપી ઝાડ બળતણ થાય છે.
ગાંઠ બાંધી રાખવી ના વાતની,
ભૂલવાથી ખાસ સમજણ થાય છે.
ટેક સાચી પાળવી મરનારની,
એમ સાચું ખાસ તરપણ થાય છે.