જિંદગી
જિંદગી

1 min

12.6K
જિંદગી જો તું હવે તો ખાસ છે,
શ્વાસને સ્વર્ગ તણો આવાસ છે.
તું ખુદા છે ને ખુદા છે શ્વાસમાં,
તું સદા જીવન તણો એ શ્વાસ છે.
રાખતી તું લાજ મારા પ્રેમની,
આબરૂ તું પ્રેમનો લીબાસ છે.
દૂર ના તું શ્વાસના હર શ્વાસમાં,
તું હવે મારા સદાએ પાસ છે.
તું હૃદયમાં શ્વાસ થઇ ધબકી રહી,
તારો મારો રોજનો સહવાસ છે.