STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

શબ્દ સરતા થયા

શબ્દ સરતા થયા

1 min
23.5K


શીખતા રહ્યા પછી લખતાં થયા,

આપ મેળે શબ્દ પણ સરતા થયા.


એટલાં દર્દો વધી ગ્યા છે અહીં,

આપ મેળે જાત પર હસતાં થયા.


જેમણે પાડ્યો, મને આભાર છે,

આ કદમ એ પગથિયે ચઢતાં થયા.


જે બીજા માટે કરે ખાડા અહીં,

એ બધા એમાં જ તો પડતાં થયા.


જે નથી વાળ્યા વળ્યા આ રાહથી,

છેવટે હારીને એ વળતાં થયા.


રાહ ખોટી જે બીજાને ચીંધતા,

એ જ ખોટી વાટમાં ફરતાં થયા.


કોઈ આજીવન નથી ધરતી ઉપર,

એક પાછળ એક સૌ મરતાં થયા.


જિંદગી ભૂલીને દેખો માનવી,

ધર્મ માટે કેટલા. લડતાં થયા.


શાપ ને કારણ સદા પંદર દિવસ,

ચંદ્રમા વધતા થયા ઘટતાં થયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational