થાય છે
થાય છે


રાહમાં પણ તું જ આગળ થાય છે,
તું જ છાયો થઇ ને પાછળ થાય છે,
તેજ થઇ ને રાહ ઝળહળ થાય છે,
પ્રેમમાં મન આજ ચંચળ થાય છે,
કેમ બેચેની વધી છે આજ તો,
ને હૃદયમાં કેમ ખળભળ થાય છે,
પ્રેમ મારો આવશે ઘોડે ચડી,
આજ એવું ખાસ મંગળ થાય છે,
તું જ રોમેરોમમાં ધબકી જતો,
શ્વાસમાં છે તું જ પળપળ થાય છે.