STORYMIRROR

Mukesh Jogi

Drama Tragedy

1.0  

Mukesh Jogi

Drama Tragedy

ગઝલ- હું જોગી

ગઝલ- હું જોગી

1 min
13.4K


મંચ પર ક્યાં પૂર્ણ ભજવાયો હતો હું,

કોઈને કયાં સાવ સમજાયો હતો હું,


જે મળ્યાં કિરદાર, એ ભજવી રહ્યો છું,

પાત્ર છું, દર પાત્ર બદલાયો હતો હું,


જીંદગી સંવાદ જેવી લાગતી'તી,

મૌનમાં પણ ક્યાંક પડઘાયો હતો,


કૈંક ઈચ્છાઓ ઉગે છે અસ્તતામાં,

રાતનો રંગીન પડછાયો હતો હું,


એ અદાકારી કરી ચાલ્યાં ગયાં'તા,

ને અદાઓ માં જ સપડાયો હતો હું,


ખેલ કેવો ખેલે છે આ ભાગ્ય મારૂ,

અધવચાળે આજ પડદાયો હતો હું,


પૂર્ણતાની દોટ આ "જોગી"ગજબ છે,

પ્હોંચતાની સાથ પછડાયો હતો હું.


Rate this content
Log in