STORYMIRROR

Mukesh Jogi

Drama

3  

Mukesh Jogi

Drama

ઓ જીંદગી

ઓ જીંદગી

1 min
27.4K



મને ઓ જીંદગી તારી ઉપર બહું પ્યાર આવે છે,

અને શ્ચાસો ની શ્ચાસો સાથ આ તકરાર આવે છે,


રહ્યો છું વેગળો નખની જ માફક એ ય અચરજ છે,

રડું છું હું ને આંખે તારી અશ્રુધાર આવે છે,


મને વિશ્વાસ આવ્યો, આમ મારી બદનસીબી પર,

કરું હું પ્રાર્થના ત્યારે જ ત્યાં રવિવાર આવે છે,


ઉભો છું આંગણે તારા પ્રભુ તારો દિવાનો થઇ,

મને બસ ત્યારથી કયાં યાદ તારી રાર આવે છે,


ખરેખર પારખી એણે જ સાચી એક રગ મારી,

કલમ સઘળાં એ દર્દો નો લઈ ઉપચાર આવે છે,


જીવન ને કાચનો પથ્થર ગણીને મેં તરાસ્યો તો,

ધરી ધીરજ છતાં ઈચ્છિત કયાં આકાર આવે છે,


જશે છોડી બધાં સમયાંતરે આ ચાહનારા સૌ,

મને એમાં સમય નો કંઈ જુદો અણસાર આવે છે,


નિખાલસ ને સરળ સીધી રજૂઆતો કરે "જોગી",

ગઝલ "પાગલ"ની લઈ જુઓ કેવો યલગાર આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama