STORYMIRROR

Mukesh Jogi

Romance

3  

Mukesh Jogi

Romance

દિલથી

દિલથી

1 min
6.7K


આંખ તારી શરાબ છે દિલથી,

મ્હેંકમાં તો ગુલાબ છે દિલથી,


એક તું, એક છે નશો તારો,

બેઉ જાણે કલાલ છે દિલથી,


આંખથી તું પીવાડે છે પાણી,

એ જ તારો કમાલ છે દિલથી,


મારી હર વાતના જવાબો દે,

આંખનો એ સવાલ છે દિલથી,


કોશિશો ભુલવાની આંખો ને,

એક મોટી બબાલ છે દિલથી,


સૌ ને આબાદ લાગતો કાયમ,

એ જ તો પાયમાલ છે દિલથી,


રાખે છે ભીનો ભીનો "જોગી",

યાદનો એ રૂમાલ છે દિલથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance