STORYMIRROR

અશ્ક રેશમિયા

Romance

5  

અશ્ક રેશમિયા

Romance

તમે ચાંદ છો

તમે ચાંદ છો

1 min
1.7K

તમે ચાંદ છો, દાગ ના લાગે એની ખબર રાખું છું,

ખરૂ પૂછો તો આપનું જ એક ધ્યાન રાખું છું.


ઉરમાં ઉછળે છે દર્દના ભયંકર દરિયાઓ,

છતાં અધરો પર ગજબ મુસ્કાન રાખું છું.


દિલ ફાડીને આપ ચાહો છો બેશુમાર મને,

દોસ્તો વચ્ચે એટલે અજબ ગુમાન રાખું છું.


છું માનવી માટીનો માટીમાં ભળી જવાનો છું,

માણસાઈ ન લાજે એથી એનું ભાન રાખું છું.


શબ્દ તીર છે, તલવાર છે ને તારણહાર છે,

કેટલાંક શબ્દોની એટલે મ્યાન રાખું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance