STORYMIRROR

અશ્ક રેશમિયા

Others

4  

અશ્ક રેશમિયા

Others

કોને મળવું પડે ?

કોને મળવું પડે ?

1 min
322

મરી જવા માટે કોને મળવું પડે ?

છળી જવા માટેય કોને મળવું પડે ?


ચાહતની 'ચા'હ પીવા નથી મળી,

ચાહવા કાજે કોની વાહ વાહ કરવી પડે ?


દરિયા ઉલેચ્યા છે આંખેથી અનેક મેં,

રણની ખારાશ પીવા કોને મળવું પડે ?


ખ્વાબ સૌ ઊડી ગયા છે ઝાકળ બનીને

શ્વાસોને ઊડાડી જવા કોને મળવું પડે ?


ભીતરે કંઈ જ નથી ખાલીપા સિવાય ભૈ !

પ્રણયસૂરાના જામ પીવા કોને મળવું પડે ?


મોત ઊભું છે ક્યારનુંયે માંડવો રોપીને, 

સ્વર્ગની સફરે જાવા કોને મળવું પડે ?


Rate this content
Log in