STORYMIRROR

અશ્ક રેશમિયા

Drama

3  

અશ્ક રેશમિયા

Drama

તમે ચાંદ છો

તમે ચાંદ છો

1 min
833


તમે ચાંદ છો, દાગ ના લાગે એ ખબર રાખું છું

ખરૂ પૂછો તો આપનું જ એક ધ્યાન રાખું છું.


ઉરમાં ઉછળે છે દર્દના ભયંકર દરિયાઓ,

છતા અધરો પર ગજબ મુસ્કાન રાખું છું.


દિલ ફાડીને આપ ચાહો છો બેશુમાર મને

દોસ્તો વચ્ચે એટલે અજબ ગુમાન રાખું છું.


છું માનવી માટીનો માટીમાં ભળી જવાનો છું

માણસાઈ ન લાજે એથી એનું ભાન રાખું છું.


શબ્દ શર છે તલવાર છે ને તારણહાર છે

'અશ્ક' કેટલાંક શબ્દોને એટલે મ્યાન રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama