STORYMIRROR

અશ્ક રેશમિયા

Others

4  

અશ્ક રેશમિયા

Others

ગમ ન કરજે

ગમ ન કરજે

1 min
435

તને ચાહી ન શકું તો ગમ ન કરજે,

શક કરી લેજે પણ ગમ ન કરજે.


હું હવે અલ્પાયુના અંત જેવો છું,

મૈયતે ન આવી શકે ગમ ન કરજે.


શ્વાસો છે ટૂંકા ને વિશ્વાસ છે ઝાંઝાં,

તને હૈયે ભરી ન શકું તો ગમ ન કરજે.


અશ્કની ધાર છે એટલી અનરાધાર,

ઝીલી ન શકે ખોબામાં તો ગમ ન કરજે.


એક જ ખ્વાબ હતું મારું કે તુંજ સંગે જીવું,

પામ્યા વિના સ્વ. થઈ જઉં તો ગમ ન કરજે.


અવતરણ ટાણે જ મોત લઈ આવ્યો હતો,

હવે મૃત્યુ જ મને લઈ જાય તો ગમ ન કરજે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్