STORYMIRROR

અશ્ક રેશમિયા

Children Stories

4  

અશ્ક રેશમિયા

Children Stories

ઢીંગલી

ઢીંગલી

1 min
311

તું નિશાળએ ભણવા આવ, મજાની મારી ઢીંગલડી,

તને દઉં હું પાટી ને પેન, મજાની મારી ઢીંગલડી,


નિરાંતે ભણજે ને હોંશે-હોંશે  શીખજે, મજાની મારી ઢીંગલડી

તને ડાંસ શીખવાડું હું રોજ, મજાની મારી ઢીંગલડી,

તું નિશાળે ભણવા આવ.


તને દઉં હું કમ્પ્યુટર ને નેટ, મજાની મારી ઢીંગલડી,

તું ફેસબૂકમાં તસવીર તારી મૂક, મજાની મારી ઢીંગલડી.

તું નિશાળે ભણવા આવ.


તું ટપલાં કૂદ ને કબડ્ડી રમ, મજાની મારી ઢીંગલડી,

તને શીખવાડું યોગયોગાસન, મજાની મારી ઢીંગલડી,

તું નિશાળે ભણવા આવ.


તું નિરાંતે ભણવા આવ, મજાની મારી ઢીંગલડી,

તને ખવડાવું લાડ તણા લાડવા, મજાની મારી ઢીંગલડી,

તું નિશાળે ભણવા આવ મજાની મારી ઢીંગલડી.


Rate this content
Log in