STORYMIRROR

અશ્ક રેશમિયા

Romance Tragedy

4  

અશ્ક રેશમિયા

Romance Tragedy

તને શું ખબર ?

તને શું ખબર ?

1 min
589

મોત મને કેટલું વહાલું છે તને શું ખબર?

જીવન કેટલું દવલું થયું છે, તને શું ખબર?


ઘાત આઘાતોથી ગુજારો કરું છું રોજ,

હજું શીદ હેમખેમ જીવું છું, તને શું ખબર?


તારી યાદોના દર્દને પીધું છે મે જીંદગીભર,

કબરમાંય ઝંખના તારી હશે, તને શું ખબર?


અભાવ ઉપાડીને સતત ભટક્યા કર્યો હું,

હતો તુજથી જ ઝાઝો લગાવ, તને શું ખબર?


તું મારી ન થૈ શકી હું ઉમ્રભર તારો જ રહ્યો,

તને આંખોથી પીધી છે કેટલી, તને શું ખબર?


Rate this content
Log in

Similar gujarati poem from Romance