વાદળી ઊંચેરી
વાદળી ઊંચેરી
બની નીર હળવું વ્યોમે વિહરે વાદળી ઊંચેરી,
ભૂમિ મહીં અવતરવા તરસે વાદળી ઊંચેરી.
ભરીને હેમ ફોરે ફોરે વરસે વાદળી ઊંચેરી,
બુંદ બુંદ સિંચે પ્રેમ રસધાર વાદળી ઊંચેરી.
ઢોળાઈ ધરામાં મીઠી મહેકે વાદળી ઊંચેરી,
ભીનાં ભીનાં મન તરંગો વહાવે વાદળી ઊંચેરી.
ખોબે ખોબે ઝીલીએ જીવન ઓ વાદળી ઊંચેરી,
નવ આશ ભુવને નીર ભરી લાવે વાદળી ઊંચેરી.
ભીનાં ભીનાં શમણાઓ વરસાવે વાદળી ઊંચેરી,
ઊર ઉન્માદ, પ્રેમ અઢળક નીતારે વાદળી ઊંચેરી.
હર્ષોલ્લાસિત સમગ્ર સૃષ્ટિમાં રોમાંચ છાંટે વાદળી ઊંચેરી,
હર જીવ-કણ સદા રહે સુખમય દે આશીષ વાદળી ઊંચેરી.