રંગાતું રહે
રંગાતું રહે
જીવનરંગ અનુપમ સૌંદર્ય મહીં રંગાતું રહે,
ક્ષણ-ક્ષણ એક અદ્વૈત રંગ મહીં રંગાતું રહે,
આતમનાં ઉધ્ધાર કાજે પરમાત્માને વરી,
અખંડ સુખાકારીનાં ભાવ મહીં રંગાતું રહે,
સુખ, દુઃખની ઘટમાળમાં પરોવાતાં રહી,
નિજાનંદ પામીને સ્વ જાત મહીં રંગાતું રહે,
વદને લાલિમા ચળકતી રહે ભક્તિ તણી,
નિશ હરિ દર્શન થકી અંતર મહીં રંગાતું રહે,
જન્મ, મરણનાં ચક્રાવાતને નિભાવતાં રહી,
જીવન ઘટમાળ લાલિમ સૌંદર્ય મહીં રંગાતું રહે.