Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pallavi Gohel

Tragedy Inspirational Others

4  

Pallavi Gohel

Tragedy Inspirational Others

સજાનો દિવસ

સજાનો દિવસ

1 min
355


રવિવાર એટલે રજાનો દિવસ,

અરે ! ભઈ આ તો મજાનો દિવસ,

પણ ગૃહિણી માટે તો સજાનો દિવસ,

એને ન હોય કદી રે રવિવારનો દિવસ,


રાત દિવસ એ દોડતી જ રહેતી,

એક સરખાં પખવાડિયાનાં વાર બધાં,

એને તો લાગતો રે આ ફંદાનો દિવસ,


ફરમાઈશોનો વરસાદ વરસે રવિવારે,

બે હાથે હજાર કામનો બોજ એ ઉપાડે,

પકવાનોની લાંબી લીસ્ટનાં મારાનો દિવસ,


પીત્ઝા, બર્ગર, કેક, કોકો ને કોલ્ડ કોફી,

પરાઠા, ખમણ, ફાફડા ને માંગે રે પૂરી,

ગૃહિણી લાગે સહુને જાણે જાદુગરણી,

એને મન તો છે આ સઘળી જફાનો દિવસ,


અંતિમ શ્વાસ સુધી ન મળે રે એને રવિવાર,

ગૃહિણીમાં ધબકે બસ કામ, કામ, કામ,

બે ઘડીનો એને ક્યાં મળે છે રે આરામ,

છતાં સાંભળે સહુનાં મોઢે, તમારે તે વળી શું કામ ?

રવિવાર એટલે એને તો વધારાનાં કામનો દિવસ,


રવિવાર એટલે અલા ..! રજાનો દિવસ,

અરે ! ભઈ આ તો રે મજાનો દિવસ,

પણ ગૃહિણી માટે તો આ સજાનો દિવસ,

એને ન હોય કદી રે રવિવારનો દિવસ.


Rate this content
Log in