Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Kapadia

Tragedy

4  

Rohit Kapadia

Tragedy

શું કરે

શું કરે

1 min
308

 આ સતત બળતાં, સતત તપતા,

 સતત આગની જ્વાળાઓ ઓકતા,

 સૂરજને ભીતરથી તરસ લાગે તો શું કરે ?

 આ સતત ભીંજાતી, સતત નીતરતી,

 સતત વહેણના સંગાથે વહેતી

 માછલીને કોરાં થવું હોય તો શું કરે ?

આ સતત વિસ્તરતાં, સતત ફેલાતાં,

સતત ધરામાં ઊંડે ને ઊંડે ખૂંપતા,

મૂળીયાને આકાશ જોવું હોય તો શું કરે ?

આ સતત મૂંઝાતા, સતત ભીંસાતા,

સતત મુખવટાની બદલી કરતાં,

માણસને ખુદને મળવું હોય તો શું કરે ?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy